કળાયેલ મોર
કળાયેલ મોર
હવે કળાયેલ મોર થઈ રહ્યો છે,
દિવસો દિવસ ગોળમટોળ થઈ રહ્યો છે,
રાખ કંન્ટ્રોલ ખાવામાં, ઢમઢોલ થઈ રહ્યો છે,
જેવું હોય તેવું, તું જ્યાં ત્યાં ખાઈ રહ્યો છે,
રાખ ધ્યાન તું શરીરનું, પોકળ થઈ રહ્યો છે,
નથી કરી કસરત કરી આજીવન થોડી પણ,
જોને પેટ તારું તું ગોળ થઈ રહ્યો છે,
સલાહ માનીને સાચી તું સુખી થઈ રહ્યો છે,
હવે તો મહેનતથી રાતો ચોળ થઈ રહ્યો છે,
કસીને કરી છે મહેનત એકદમ ઘણી 'દિન',
કસી શરીર હવે કળાયેલ મોર થઈ રહ્યો છે.
