કલાકાર બની ગયા
કલાકાર બની ગયા




જોઈને દુનિયાની દગાબાજી કલાકાર બની ગયાં,
કોઈને ક્યાં છેતરતા ફાવ્યુ છતાં એકાકાર રહી ગયાં,
વરસતા વરસાદી ફોરા ગુપચુપ કંઈક કહી ગયાં,
સાદ કર્યા પ્રેમથી નભે નિ:સ્વાર્થ ભાવે ચિક્કાર વરસ્યા,
દોડી દોડી થાક્યા હરણા કસ્તુરી સુગંધને શોધતા,
હાલ છે બંનેના સરખા જ આખરમાં જાત ઠાર થયા,
દંભ તણી ભાષા ના આવડી ના મહોરા જેવી કોઈ ચાલ,
હતા અમે લાગણીના પ્યાસા સ્નેહ તાર શોધતા ગયાં,
પ્રથા અહીં લૂંટફાટની ચાલતી ક્યાં જહેનમાં આવી,
ફકીરી જેવી આદતથી અમારી સઘળી દુનિયા હાર્યા.