કિનારે કિનારે
કિનારે કિનારે
નદીની ધારા મહિ જીવન વહી રહ્યું છે,
કમાલ છે કેવી મિજાજે મિજાજે બદલી રહ્યું છે.
મજા છે કેવી ! કે એહસાસ તડપી રહ્યો છે,
કિનારે અથડાયા પછી મધદરિયે ડૂબી રહ્યો છે.
જીવનની નાવ ને વમળ ભરખી રહ્યું છે,
કાતિલ કિનારે ચાલવાની મજા ડૂબી રહી છે.
ભટકેલા કર્મો વીણીને નસીબ ભરખી રહ્યું છે,
ભાંગેલી ભ્રમણા કિનારે વિખરાઈ રહી છે.
ખબર નથી પાગલ મન જિંદગી તરસી રહ્યો છું ,
હું કિનારે કિનારે નસીબ વીણી રહ્યો છું.
