ખૂલતા ગયા ભેદ
ખૂલતા ગયા ભેદ


મૌનમાં બેસી વાગોળવાં દ્રશ્યોના પગરણ
સ્મૃતિ પટે પછી ખૂંદવા યાદોનાં અભિયારણ
છાયા ગૈ ઝાડમાંથી પાંદડા લૈ વિસામો નિસાસો લૈ
બધુ બદલાય છતાં પણ તરસની ભાષા જીવે અભરખા લૈ
વારંવાર આ સ્મૃતિની પેન્સિલને અણી કાઢું ને બટકાય
વિચારે વાદળ ગરજે ટહુકા કાગળે કોરા પડઘાય
એમ થોડી મોસમની આહુતિ અપાય મૌન યજ્ઞે રૈ
કલ્પનાઓને કોડ્યમાં મઠારું જૂનાં સ્વભાવી ઘૈણ લૈ
પગેરાં બદલાય નૈ જ્યા સુધી એજ રસ્તા આવી સતાવે
સમૂળગા બદલાવની ભાષા પહેરી અહ્મમેં આંખ બતાવી
મોઉનની જટિલ પરિસ્થિતિમાં સોચના સૌ પર્યાય બુઠા
આદર્યું કાર્ય ખુલતા ગયા ભેદના સૌ પર્યાય અદીઠા