ખૂબ મિસ કરું છું
ખૂબ મિસ કરું છું
મિસ કરું છું બચપણના એ સોનેરી દિવસો,
એક આંબલીના બે ટુકડા,
એક તારોને બીજો મારો,
મિસ કરું છું છાપ કાટની રમત,
છાપ આવે તો સાયકલનો મારો વારો,
કાટ આવે તો તારો વારો,
મિસ કરું છું તારા હેતાળ સ્પર્શને,
તારા ખડખડાટ હાસ્યને,
મિસ કરું છું વરસાદી સાંજને,
જેમાં આપણા પણ વહાણ ચાલતા,
મિસ કરું છું એ મેળાના મોજીલા દિવસોને,
ચકડોળ ઉપર જાય ત્યારે એક બીજાના હાથ કસકસાવીને પકડવાનું,
મિસ કરું છું એક જ પાટલી એ બેસી ભણવાનું,
રીસેસમાં સાથે જમવાનું,
મિસ કરું છું ખૂબ મિસ કરું છું,
આ બાળપણની સોનેરી ક્ષણોને.
