STORYMIRROR

Dina Chhelavda

Inspirational

4  

Dina Chhelavda

Inspirational

ખુશીઓને સહેલાવતા રહેવું

ખુશીઓને સહેલાવતા રહેવું

1 min
500

આપણે આપણી મોજમાં રહેવું

ગિરીશૃંગે કોઈ પત્થર જેવું

નહીં તો ઝરણા જેવું ખળખળ વહેવું


કમળની જેમ ખીલતા રહેવું

વડલા ડાળે ઝુલતા રહેવું

ગુલાબની જેમ મ્હેંકતા મ્હેંકતા 

કાંટાનુ ચુંભન ભુલતા રહેવું


મૌનની વાણી સમજતા રહીને

પંખીની જેમ કલબલતા રહેવું

ગિરીશૃંગે કોઈ પત્થર જેવું

નહીં તો ઝરણા જેવું ખળખળ વહેવું


રેતની જેમ સરકતા રહેવું

દરિયા જેમ ઘુઘવતા રહેવું

ખુશીઓના ભાથા ભરતા ભરતા

ખુશીઓને સહેલાવતા રહેવું


વાદળ જેમ વરસતા રહીને

વીજળી જેમ ગરજતા રહેવું

ગિરીશૃંગે કોઈ પત્થર જેવું

નહીં તો ઝરણા જેવું ખળખળ વહેવું


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational