ખુલ્લાં નયને સપન દીઠું
ખુલ્લાં નયને સપન દીઠું
સૂર્યને નડતાં નથી વાદળ કે પ્રદૂષણ
ચાંદતારા થકી ખીલે ચાંદની હોય શીતળ,
હરિયાળી હોય ધરા, પાણી હોય પર્યાપ્ત,
પશુપંખી સૌ ડર વિના, વિચરે આસપાસ,
શબ્દકોશમાં ભરી, માનસઘડતરની આશ,
કટુ શબ્દો હોય જ નહિ, હર શબ્દમાં મીઠાશ,
માણસને માણસ ગણી, સદાય આપતો માન,
વૈમનસ્ય હોય જ નહિ, હોય બધેય સમભાવ,
મોટાં સૌ અનુભવ થકી, કેળવે જનસમાજ,
બાળુડાં રમતાં હેતથી, ન જાણે એ કંકાસ,
વસુધૈવકુટુમ્બકમ્ થકી ચોમેર મીઠાશ,
ખુલ્લાં નયને સપન દીઠું, શ્રદ્ધા થકી ઉજાસ,
ચાલો સૌ મારી સંગે, ઓરતાં સજવા કાજ,
જલ, થલ, વાયુ શુદ્ધ રહે, સુખી રહે સંસાર.
