ખુદથી રિસાયો છું
ખુદથી રિસાયો છું
કોઈ કેમ કરી મનાવે મને,
હું ખુદથી જ રિસાયો છું,
પોતિકાઓની ભીડમાંય,
લાગતું જાણે હું પરાયો છું,
મીઠો જાણી વેડફી દીધો,
તેથી જ હવે ખારો દરિયો છું,
છલકાતાં જામ, ક્યાં વફાના હતાં !
મધુશાલામાંય હું પ્યાસો છું,
એ બેપરવાહને કહેવું હતું ઘણું,
એટલે જ ગઝલોમાં લખાયો છું,
ડાઘ લાગે એવા રૂપાળા છે એ,
અફસોસ, એનાથી જ છેતરાયો છું.
