ખુદનું મૂલ્ય સમજવું છે
ખુદનું મૂલ્ય સમજવું છે
મારા અંદર રહેલા અદભૂત વ્યક્તિત્વને નીખારવું છે,
લોકો શું કહેશે એની ચિંતા મૂકી
મને મનગમતું કરવું છે,
મારી જાતને આજે અઢળક વ્હાલ કરવો છે
મારા અસ્તિત્વને કંડારવું છે,
મારું મૂલ્ય મારે જ જાતે પ્રસ્થાપિત કરવું છે,
ખુદ ને અઢળક વ્હાલ કરવો છે,
મારી જાત પાસે મારી જગતની બેસ્ટ વ્યક્તિ સાબિત થવું છે,
આજે ખુદથી ખુદ મળવું છે,
ખુદને અઢળક વ્હાલ કરવો છે.
