ખરો બાદશાહ
ખરો બાદશાહ
નવાબ રાજા મહારાજા શાહ,
સમ્રાટ ને રાણા થયા તારાજ,
નિઝામના પડછંદ દેહ પર,
સોનાના મુગટ ને હીરાના તાજ,
અઢી મણનું બખ્તર કે,
અધમણના ભાલા આવ્યા ન કાજ,
લોકદિલમાં તો ધ્વસ્ત થયા,
બાદશાહ ને ચાલ્યા ગયા રાજ,
મોહને કીર્તિમંદિર ને સાબરમતીથી,
પકડી રાજઘાટની વાટ,
પોતડી ભર ફકીરની મહાત્મા નામે,
દુનિયાભરમાં ચાલે હાટ,
ના તખ્ત કે ના તાજ,
ના સીમમાં ખેતર કે ન ગામમાં મકાન,
છતાં દિલમાં કરે રાજ,
ને અહિંસાના સંદેશનું ગુંજે છે પ્રદાન.
મંદીના માહોલમાં ય બઝારમાં,
ચાલે એની ચશ્માંની દાંડી
ભણાવ્યા પાઠ ને મુઠ્ઠીભર,
મીઠું ઉપાડવા ઉપડ્યા'તા દાંડી,
વિશ્વનુંના એક પણ આંદોલન,
ચાલે હવે બિન-ગાંધી નામ,
આજકાલના નેતાઓ ચૂંટાવા,
ને ચૂંટાયા પછી રટે તારું નામ,
વગર પૂછયે જોડ્યું છે નામ,
કેટલી યોજનામાં ને ગામ ગામ,
ન રાજા કે પ્રધાન તોય,
તારી સત્તા અપાર સત્ય થકી રામ,
બાપુના સત્યાગ્રહી હથિયારે,
ભાંગ્યું ને ભાગ્યું મસ મોટું તંત્ર,
સામી છાતીએ ઝીલી ગોળી,
દુનિયાભરને આપ્યો પ્રેમ મંત્ર