ખરેખર....!
ખરેખર....!
1 min
482
તું વસંત જાણે,
ને હું પાનખર,
મને તું પૂર્ણ કરે,
ખરેખર....!
સાવ એકલતામાં,
તું મોર લાવે,
પર્ણ લાવે,
લાવે અસલ રૂપ,
તેમાં બેઠી કોયલ બોલે,
તું રાણી ને હું નૃપ,
સાવ એકલતામાં,
તું વાયરો લાવે,
ઠંડક લાવે,
લાવે મીઠો આનંદ,
તેમાં બેઠી કોયલ બોલે,
તું હું ને પરમાનંદ,
સાવ એકલતામાં,
તું રંગ લાવે,
મહેક લાવે,
લાવે નવું જીવન,
તેમાં બેઠી કોયલ બોલે,
બે તન,એક મન,
તું વસંત જાણે,
ને હું પાનખર,
મને તું પૂર્ણ કરે,
ખરેખર....!