ખોરવાયું છે પર્યાવરણ
ખોરવાયું છે પર્યાવરણ


નથી કર્યું જતન અમારું,
તેથી જ તો ખોરવાયું છે પર્યાવરણ,
કહી નડતરરૂપ હટાવ્યા અમને,
તેથી જ તો ખોરવાયું છે પર્યાવરણ.
થઈએ મદદરૂપ અમે છતાં,
હિંસા અમારી ઉપર ?
કરો છો કુહાડીના ઘા,
તેથી જ તો ખોરવાયું છે પર્યાવરણ.
થાય છે પર્યાવરણની,
ઉજવણીઓ બધે જ,
છે જતનના સંકલ્પો અધૂરા,
તેથી જ તો ખોરવાયું છે પર્યાવરણ.
મળ્યું હતું શુદ્ધ વાતાવરણ તે,
પણ થઈ ગયું પ્રદૂષિત,
વૃક્ષોના સ્થાને ચણાતી ઇમારતો,
તેથી જ તો ખોરવાયું છે પર્યાવરણ.
કરીયે સંકલ્પ સાચો,
"વિનોદ" વૃક્ષો વાવીશું,
આડેધડ કપાય છે વૃક્ષો,
તેથી જ તો ખોરવાયું છે પર્યાવરણ.
થાય છે વૃક્ષારોપણ માત્ર,
દેખાવ ખાતર એ "શાદ" ,
સત્ય કરતાં દેખાડા વધુ,
તેથી જ તો ખોરવાયું છે પર્યાવરણ.