STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

4  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

ખોરાક સાદો રાખશો

ખોરાક સાદો રાખશો

1 min
315

ખોરાક સાદો રાખશો સાજા સદા તો કાયમી,

આચર કુચરને ટાળજો, સાજા સદા તો કાયમી.


આહાર રાખો સંયમિત જીવન નિરોગી પામશો,

ઊણું ઉદર તો મ્હાલશો સાજા સદા તો કાયમી.


ફાવે ઉદર ને એ જ ખાવું સ્વાસ્થ્ય ઉત્તમ રાખવા,

પાકી પરેજી પાળશો, સાજા સદા તો કાયમી.


વ્યાયામ ખોવાણો, વધી આળસ થયું, બેઠાડું તન,

બર્ગર પિઝા ને ત્યાગજો, સાજા સદા તો કાયમી. 


પીડા ઘણી આજે વધી, બીમાર છે આખું જગત,

સમજી જશો તો ભાળશો, સાજા સદા તો કાયમી. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational