Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

ખંડેર બન્યો સપનાંનો મહેલ

ખંડેર બન્યો સપનાંનો મહેલ

1 min
245


સપનાંઓના શહેરમાં હૃદયની ધરા પર,

કલ્પનાઓની પીંછીથી હવામહેલની કરી પાયાવિધી મે આજ

વિચારોના કડિયા કરે છે અહી ચણતર કામ,

લાગણીની ઈંટ શ્રદ્ધાની સિમેન્ટથી,

આદર્યું મે મહેલનું ચણતર કામ,

સ્નેહ કેરા પાણીથી મજબૂત બનાવ્યું,

મે મારા મહેલનું કામ કાજ,

શ્રદ્ધા અને લાગણીના ફૂલ ઉગાડયાં,

વિશ્વાસ રૂપી જળનું કર્યું સિંચન મે,

 મહેલની મહેક ને કાજ,

 

મેઘધનુષ્ય પાસેથી રંગો લીધા મે ઉધાર

મહેલ ને દીવાલોને રંગ રોગાન કરાવવાને કાજ,

સૂર્ય પાસેથી ઉજાસ અને ચંદ્ર પાસેથી લીધી ચાંદની,

મહેલની રોશનીને કાજ,

સુખનો હીંચકો બાંધ્યો,

દુઃખ માટે લગાવ્યું નો એન્ટ્રીનું બોર્ડ,


દીવાલોમાં જડ્યો મે મનનો આયનો,

 કરી દૂર ગેરસમજણની ધૂળ,

ઝરૂખો લગાવ્યો પ્રેમનો પોતાના લોકોના,

ગુણ ગાન જોવાને કાજ,

રાખ્યું એક દિન મે મહેલના ઉદઘાટનનું કામ,


પંખીઓને સોંપ્યું  મે સંગીતનું કામ,

ફૂલોને આપ્યું મહેક્વાનું કામ,

સપનાંઓથી શણગાર્યું,

ઉમંગના દીવડા પ્રગટાવ્યા મે,

પણ આ શું ? વાદળનો ગડગડાટ થયો ને

વાદળ રડી પડ્યું,

વાદળના અશ્રુઓ પડ્યા મારા આ ચિત્ર પર,

મારું ચિત્ર ગયું રેલાઈ,


વર્ષોની મારી મહેનત બની વ્યર્થ,

વાદળ સાથે મારી આંખો પણ છલકાઈ,

પણ આ તો એક સપનાંનો મહેલ હતો,

આ તો હવામહેલ હતો એ તો તૂટવા માટે જ સર્જાયો હતો,

એમ કરી મનને મનાવી લીધું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy