દુનિયા
દુનિયા
બીજાની લીટીને નાની કરી નાખે છે દુનિયા.
પછી પોતાની લીટી મોટી બતાવે છે દુનિયા.
એક જ ભૂલની કાગડોળે રાહ જોવાય છે,
ખામી શોધીને પછી ખરાબ ચીતરે છે દુનિયા.
છે એની પાસે એક બીબું નાનકડા માપનું,
બંધબેસતા આવે તેને સારા ગણાવે છે દુનિયા.
નમતા પલ્લે જઈને બેસવાની આદત છે,
સ્વાર્થ સાધવા ગમે તે હદે જઈ શકે છે દુનિયા.
પોતાની થાળીનો લાડુ એને નાનો લાગે છે,
બીજાનો પડાવી લેવા કેટલી એ મથે છે દુનિયા.