STORYMIRROR

DR REKHA SHAH

Tragedy Inspirational

4  

DR REKHA SHAH

Tragedy Inspirational

જનની

જનની

1 min
296

પામવા ને સ્નેહ એ જનની રાતદિન તરસતી,

ક્યારેક તો આવશે નિજ સંતાનો વાટ એમ નિરખતી,


નેહ નીતરતાં નયનથી સદા અશ્રુઓ સારતી,

પાંખ ફૂટે ને ત્યજે નીડ સંતાનો એ ક્રમ છે કુદરતી,


સત્યની છબિ એ જાણતી છતાંય નથી સ્વીકારતી,

સ્વપ્નો પોતાનાં ત્યજી કોડ સૌ સ્નેહથી પૂરતી,


ન થાય તોયે અફસોસ જનનીને એનો લગીરે કદી,

આજ સંતાનોને છે બંગલા મોટરને ચાકરોની ફોજ ખડી,


નાની- સી ઝૂંપડીમાં એકલી સ્નેહાગ્નિમાં ઝૂરતી,

ન માંગે વધુ એ તો નિજ બાલુડાનાં સ્નેહને તરસતી,


મૂડી કરતાં છે વ્યાજ વહાલું એને નીરખવા એ તડપતી

તેથી જ કહે છે,

ભૂલો ભલે બીજું બધું માં-બાપ ને ભૂલશો નહિ,

નેહ નીતરતાં એ કાળજાંને કદી કોતરશો નહિ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy