ખૂટે છે
ખૂટે છે
વાતોમાં તારી યાદો
'ને યાદો માં હવે તું ખૂટે છે
રાતો વધે છે હવે
'ને હિસાબમાં તું ખૂટે છે...
શિયાળાની સવાર
'ને તારી હૂંફની કંપન હવે ખૂટે છે,
પવનની લહેરો તો અહીં જ છે બસ હવે તું જ ખૂટે છે...
તું સૂરજ ને ઊંચે ચડાવવામાં વ્યસ્ત છે
'ને સમી સાંજનો ગુલાબી રંગ ખૂટે છે,
સૂરજ આથમીને તારી જ અગાશી પર છે,
'ને ચાંદ અભરે ચડાડવા તું ખૂટે છે...
મુશળધાર રડતું એક વાદળ આજે અથડાયું તારા રસ્તે,
ફરિયાદ એની પણ એ જ કે પ્રેમની માત્ર બે બુંદો જ ઘટે છે ;
મંઝીલો ઘણી અને એના રસ્તાઓ પણ અનેક,
બસ મારા સુધી આવતો એક વળાંક હવે તને ખૂટે છે...
મુલાકાત મૈત્રીની હજુ શરૂ જ થઇ હતી,
સાથે ચાલવા કેડી ઘટે છે,
સાથે તું નથી એ અફસોસ નથી પણ
યાદોના વિરહમાં પણ અલવિદા ખૂટે છે...!