STORYMIRROR

Disha Joshi

Romance

4  

Disha Joshi

Romance

સહજ

સહજ

1 min
433

કોઈ પાયલની ખનક સંભળાય તો

તારી યાદ આવવી સહજ છે ;

જો અચાનક અવાજ બંધ થઈ જાય તો

તારી યાદ આવી સહજ જ છે...


પ્રેમીના સ્પર્શની લાલ ગુલાબી જોઈ

અજાણ્યે શરમાઈ જવું એ સહજ છે ;

અનેક ઘાટા રંગોમાં

રંગ ફિકો મારા હથેળીનો ગમવો સહજ જ છે...


રાતે ચંદ્રને જોઈ,

થોડુ રડી લેવું સહજ જ છે ;

ચાંદનીના પ્રેમીને દૂર થતા જોઈ,

થોડું હરખાવવું પણ સહજ જ છે ને...


શણગાર આભૂષણોનો જોઈ

તારી આંખોના દર્પણને શોધવો સહજ જ છે ;

પહેરવેશ તો તારા રંગનો જ છે

તો કાચનો તિરસ્કાર પણ સહજ જ છે ને...


તારા નામ જેવું કાંઈક અનુભવી

ચારેકોર ખજાનો જાણે ખોજવો સહજ જ છે;

તારા નામની વાત સાંભળી

હૃદયની ભરતી ઓટ પણ સહજ જ છે ને...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Romance