Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Disha Joshi

Others

5.0  

Disha Joshi

Others

શ્વાસ ચુકાઈ ગયા !

શ્વાસ ચુકાઈ ગયા !

1 min
393


સ્વપ્નોના સાહિલ પાર આવી,

બે અજાણ્યા અથડાયાં,

'ને ચાલ્યા સાથે એક લહેર પર,


કયારેક ભેગા થયા ; ક્યારેક છુટ્ટા પડ્યા ;

વ્યાપાર આંસુઓનો મધદરિયે કર્યો ;

સફર દુનિયાનો હવે શરૂ થયો ;

પંથી બંને હવે પંથ બન્યાં ;

'ને શ્વાસ બે મારા ચુકાઈ ગયા.


નાવક પણ પોતે, ને નાયક પણ પોતે,

નિર પણ પોતે, ને નિરાધાર પણ પોતે જ,

ભાવોની લહેરમાં ભાવી પણ પોતે,

'ને તલાશ-એ-મંઝીલની,

મંઝીલ-એ-રાહ પણ પોતે જ,

તોફાની શામની સ્થિર રાહ જોઈને,

શ્વાસ બે દરિયાના પણ ચુકાઈ ગયા.


ડુબીને પણ વખતે કિનારે તે પહોંચી જ ગયા,

એક સહારો અને એક પંથક,

અદલા-બદલી ચરિત્રની કરી,

શ્રેષ્ઠ ચારિત્ર્ય બંને બની ગયા,

સારથી કોણ એ સાર્થક નથી,

'ને સાથે રાહ એ નિશ્ચિત કરી બેઠા.


અમાપ દરિયાની એક-એક બુંદ માપીને,

માપી લંબાઈ પ્રેમની,

કૃતિ કાંઈક અજાણ્યા બની કરી ગયા ;

અજનબી હવે ઓળખાણ આપતા ગયા.


સરનામાં સુખ દુઃખના આપી,

પોતાનું સરનામું બદલાવી બેઠા ;

વગર ઠેકાણે મહેલ સ્નેહનો ઘડી બેઠા ;

કારીગરી 'ને સજાવટ એ પ્રેમમંચની જોઈને,

શ્વાસ બે કુદરતના પણ ચુકાઈ ગયા.


પથ્થરની દીવાલોને પણ પારદર્શક બનાવી,

દર્પણને લજાવી બેઠા ;

આડી અવળી રેખાઓ,

નસીબના પાનાંની જોઈને

મેઘધનુષના પણ શ્વાસ બે ચુકાઈ ગયા.


Rate this content
Log in