ઓઢણી
ઓઢણી
વરસાદ તારા પ્રેમનો,
ઝીલ્યા બુંદો ને જે ઓઢણીમાં,
હજુ તારા સ્નેહથી એ ભીની છે,
વરસાદ વીતી ગયો પણ સુગંધ હજુ માટીમાં લીલી છે...
નજરુંના શબ્દોને સંતાડયા જે ઓઢણીમાં,
હજુ સ્વર સંભળાય છે,
વાક્યો કેદુનાય વીતી ગયા,
પણ સ્વર તારો હજીયે વર્તાય છે...
જેનાથી વચનોના ગઠબંધન બનાવ્યા,
હજુ ગાંઠ ત્યાંની ત્યાં જ છે,
વચનો ભૂલ્યા ને વર્ષો વીતી ગયા,
પણ ઓઢણી એ હજુ તારા નામે શરમાય છે...
રાતયુના અંધારે ચાંદીનીથી રમ્યા જે ઓઢણીથી,
પ્રકાશ ચંદ્રનો વિખેરાયો ને ઘણી અમાવસ વીતી ગઈ,
પણ સુગંધ તારી ઓઢણીમાં ચકોર ને પણ અનુભવાય છે...
ઈશ્વરની સાક્ષી એ જે ઓઢણી ઘરચોળૂ બની,
લાલ રંગે આજે પણ સજાય છે,
હિરલાઓ ફિકા પડ્યા ને વર્ષો વીતી ગયા,
છતાંય ધોળા ચાંદમાં એ ઓઢણીની લાલી આજેય સર્જાય છે...!