STORYMIRROR

Disha Joshi

Romance Tragedy

4  

Disha Joshi

Romance Tragedy

ખૂટે છે

ખૂટે છે

1 min
609

વાતોમાં તારી યાદો

'ને યાદો માં હવે તું ખૂટે છે

રાતો વધે છે હવે

'ને હિસાબ માં તું ખૂટે છે...


શિયાળાની સવાર

'ને તારી હૂંફ ની કંપન હવે ખૂટે છે

પવનની લહેરો તો અહીં જ છે બસ હવે તું જ ખૂટે છે...


તું સૂરજ ને ઊંચે ચડાવવામાં વ્યસ્ત છે

'ને સમી સાંજ નો ગુલાબી રંગ ખૂટે છે

સૂરજ આથમી ને તારી જ અગાશી પર છે

'ને ચાંદ અભરે ચડાડવા તું ખૂટે છે...


મુશળધાર રડતું એક વાદળ આજે અથડાયું તારા રસ્તે

ફરિયાદ એની પણ એ જ કે પ્રેમ ની માત્ર બે બુંદો જ ઘટે છે ;

મંઝીલો ઘણી અને એના રસ્તાઓ પણ અનેક

બસ મારા સુધી આવતો એક વળાંક હવે તને ખૂટે છે...


મુલાકાત મૈત્રી ની હજુ શરૂ જ થઇ હતી

સાથે ચાલવા કેડી ઘટે છે

સાથે તું નથી એ અફસોસ નથી પણ

યાદોના વિરહમાં પણ અલવિદા ખૂટે છે...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance