કહી દે દિલની વાત
કહી દે દિલની વાત


કહી દે દિલની વાત,
નહિતર સમય વિતી જશે,
પુરૂ કર મનનું ફિતુર,
નહિતર ઝનૂન ઓસરી જશે.
ન રાખીશ રૂપનો ગર્વ,
કેટલું તે ટકી રહેશે!
પ્રભાતનું પુષ્પ છે એ,
સાંજ પડ્યે ખરી જશે.
હિંમત રાખી વધ આગળ,
સમય તારો પલટી જશે.
વિષાદના આ કાળા વાદળા,
આનંદની લહેરખીથી હટી જશે,
દબાવવાની કોશિશ ન કર,
જેની દિલથી પ્રીતિ હશે,
નહિતર મુઠ્ઠીની રેતની જેમ,
તારા હાથમાંથી સરી જશે.
પ્રશાંત, કંકાસમાં સમય કેમ બગાડે?
જીવનમાં અંતે દુઃખો જ રહી જશે.