STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

ખેલ - હઝલ

ખેલ - હઝલ

1 min
377

કોય આડે ટાંટિયાને નાખવાનો છે,

એમ જન્મારો હવે તો કાઢવાનો છે,


ભાષણે આપી વચન નેતા કરે જલ્સા,

પાળવાનો ભાર તેને લાગવાનો છે ?


ચાડિયો નેતાતણો બોલે સદા અવિરત,

જીભ નેતા તેમની કયાં માપવાનો છે !


આ દલાલો હોય વચ્ચે ને કરાવે કૈં,

ફાયદો એમાં પછી કો' ખાટવાનો છે ?


રોજ 'સાગર' રંગ બીજાનો સહેવો શેં,

જીવ બાળી રંગ કાળો રાખવાનો છે.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Comedy