STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Romance

4  

Mahendra Pandya 'નાદ'

Romance

ખબર છે

ખબર છે

1 min
376

ખબર છે ? નભમાં અટારી હોય છે, 

ને, ઉઘાડી એક બારી હોય છે,


ચાલ નવી ચાલતા ખબર ન રહી, 

સર પર સમયની સવારી હોય છે,


એમ દખ ને ખોળવાથી શું વળે ? 

આપણે જ પંચાયત વધારી હોય છે,


કોઈ વાર અંતર થશે ખાલી તહીં, 

છલકતી સ્વયં પટારી હોય છે,


કંટક લાગે દૂરથી ઠાલા અહીં, 

વેલ ફૂલોની પથારી હોય છે,


ગર તમે આવો કદિ યે બારણે, 

નાદની સરગમ પધારી હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance