Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

ખાલીપો- એકલતા

ખાલીપો- એકલતા

1 min
144


એક ઓરડાથી બીજાં ઓરડામાં

કારણ વગરનાં આટાં ફેરા...

ટીવી ચેનલનું અમથું અમથું સર્ફિંગ

દિવસમાં કેટલીવાર 

ફોન ચાલુ છે એ જોવું,


મોબાઈલ હાથમાં લઈ ચેક કરવું...

કોઈ મેસેજ .....

કદાચ કોઈ મીસકોલ...

પણ...ના !


કાળાપાણીની સજા પામેલ કેદી જેવી માનસિકતાથી..

ફળફળતા નિશ્વાસ નાખ્યા કરે..

ફેમીલી આલ્બમની તસ્વીરોને

કયાંય સુધી એકીટશે જોયા કરે ..

આંખમાં ઝાંખપ વળે ત્યાં સુધી...

પણ..

આ બધું કરવા છતાં...

સમય તો કીડીવેગે જ ચાલતો,


એ જૂના દિવસો જયાં 

સમય પાંખ પહેરી ઊડતો હતો..

કાશ ...

આજ પણ..


પણ બધું ઈચ્છવા પ્રમાણે થોડું થાય,

એટલે જ એકાંત એકલતા બની

ડંસવા લાગ્યું,

ભીતરનો કોલાહલ હવે કયાં સંભળાય ?

ચારેબાજુ શાંતિ જ શાંતિ 

અને 

ભીતર ખાલીપાના બાણ વાગ્યા કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance