Sandip Pujara

Romance

3  

Sandip Pujara

Romance

કેવી મજા આવે !

કેવી મજા આવે !

1 min
308


પ્રતિક્ષા હોય જેની, એજ આવી જાય તો કેવી મજા આવે !

વળી, એનેય મારી સાથે ફાવી જાય તો કેવી મજા આવે !


કે હું એનો જ છું એનો, ફકત એનો જ છું એવો કરે દાવો !

અને સજ્જડ પુરાવો પણ બતાવી જાય તો કેવી મજા આવે !


કિનારે સ્થિર બેસીને, સમંદરને નિહાળું ને અચાનક ત્યાં

કોઈ મોજું બની આવે, વહાવી જાય તો કેવી મજા આવે !


મને મળવા તો આવે છે અને વાતો કરે છે રાત આખી જે

એ સપનાને હકીકત પણ બનાવી જાય તો કેવી મજા આવે !


કવિતામાં ગઝલમાં રોજ આવીને લખાવી જાય એનું નામ,

કદી કંકોતરીમાં પણ લખાવી જાય તો કેવી મજા આવે !


Rate this content
Log in