STORYMIRROR

Manishaben Jadav

Children

4  

Manishaben Jadav

Children

કેવી કમાલ સર્જી આ સૃષ્ટિ પ્રભુ

કેવી કમાલ સર્જી આ સૃષ્ટિ પ્રભુ

1 min
510

નદી પર્વતને વહેતું ઝરણું

એ તો તારે ખોળે રમતું

કેવી કમાલ સર્જી આ સૃષ્ટિ પ્રભુ !


સુગંધ થકી આ ફુલ શોભતું

રંગબેરંગી જોને ઉડતું પતંગિયું

કેવી કમાલ સર્જી આ સૃષ્ટિ પ્રભુ !


નર નારીનું રૂપ કેવું અનોખું

ગુણ થકી એ સૌના મનમાં રમતું

કેવી કમાલ સર્જી આ સૃષ્ટિ પ્રભુ !


પાંદડે પાંદડે સર્જ્યું સૌંદર્ય નીરાળુ

હરિયાળીનુ પ્રતીક એ સૌને ગમતું

કેવી કમાલ સર્જી આ સૃષ્ટિ પ્રભુ !


Rate this content
Log in

Similar gujarati poem from Children