કેટલો માહેર છે!
કેટલો માહેર છે!
તરહી પંક્તિ-એ ખુદાને પણ બનાવે, કેટલો માહેર છે!
કેટલો માહેર છે!
હાથી માફક દંત બતાવે, કેટલો માહેર છે!
ગ્રાહ આંસુ આંખે લાવે, કેટલો માહેર છે,
જીન્દગીને એમ એની, એ બનાવી લે ગઝલ,
શ્વાસ કાફિયા નિભાવે, કેટલો માહેર છે!
મોકલો એને કોઇ ઠંડાપ્રદેશે જો તમે,
ત્યાં -બરફ વેંચી બતાવે, કેટલો માહેર છે!
પાનખરમાં પણ ખીલ્યા છે ફૂલ એના આંગણે,
તપ્ત રણમાં હળ ચલાવે, કેટલો માહેર છે!
પાસ આવે કોઇ રણમાં જો તરસ પોતાની લઇ,
ઝાંઝવા જળમાં ખપાવે, કેટલો માહેર છે!
જેણે રચના બાખૂબી એની કરી એ ભૂલીને,
એ ખુદાને પણ બનાવે, કેટલો માહેર છે!
દિપને પ્રગટાવવા આવે કોઇ જો દિલમાં,
ખુદ એ એને જલાવે કેટલો માહેર છે!
-લતા ભટ્ટ
(ગ્રાહ એટલે મગર)
તરહી ગઝલ
