STORYMIRROR

Jashubhai Patel

Romance

3  

Jashubhai Patel

Romance

કેટલી શરમાય તું !

કેટલી શરમાય તું !

1 min
26.5K


આભલાની ટોચ પર ઝબકાય તું,

વાદળોની કોર પર પડઘાય તું.


વીજળી ઓઢે ને મારે કૂદકા,

રોજ આવીને પછી લડખાય તું.


ઝાપટું થઇને ઉપરથી ખાબકે,

ને પલાળી કેટલી હરખાય તું.


થાય રાજી એટલી પૂછો જ ના,

કેટલું જોને પછી મલકાય તું.


કેમનું સંતાડવું મારે બધું,

આ અધિર હૈયા મહીં ધબકાય તું.


વ્રુક્ષની જેમ જ તમાશો જોઉંને,

ઊછળતા સાગર સમી છલકાય તું.


રોજ આવે 'જશ' કશું બોલે નહીં,

આમ જોને કેટલી શરમાય તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance