કેમ કરીને હું છોડુ તુજને
કેમ કરીને હું છોડુ તુજને
તારા ઈશ્કનો દિવાનો બન્યો છું,
તારી નજરથી ઘાયલ બન્યો છું,
ઈશ્કમાં ડૂબાડયો છે તે મુજને,
કેમ કરીને હું છોડુ તુજને......
ઘણાં સમય બાદ મુજને મળી છો,
મારા જીવનનો સહારો બની છો,
ઈશ્કમાં બહેકાવ્યો છે તે મુજને,
કેમ કરીને હું છોડુ તુજને........
દુઃખની પળોનો સાથ બની છો,
સુખની ક્ષણોની સાક્ષી બની છો,
ઈશ્કનો રંગે રંગ્યો છે તે મુજને,
કેમ કરીને હું છોડુ તુજને........
મધુર મિલનની મલ્લિકા બની છો
ઈશ્કના મયખાનાની જામ બની છો
ઈશ્કના નશામાં ડૂબાડયો છે મુજને,
કેમ કરીને હું છોડુ તુજને..........
ઈશ્કની ગઝલની કલમ બની છો
તારા યૌવન રસની શાહી બની છો,
ઈશ્કની ગઝલ ગવડાવી છે મુજને,
કેમ કરીને હું છોડુ તુજને..........
મારા ઈશ્કનો આલાપ બની છો,
દિલની ધડકનનો તાલ બની છો,
"મુરલી" બાવરો બનાવ્યો છે મુજને,
કેમ કરીને હું છોડુ તુજને.

