કેમ કરી પામવા આ તાગા
કેમ કરી પામવા આ તાગા
કેમ કરી પામવા આ તાગા…
આગ જ વેરે ધગી સૂરજ આ
ચાંદ તપે ઝીલતો આ તડકો
આભ ધરે ચાંદનીના વાઘા
સાગર માણે મધુ અનુરાગા
કેમ કરી પામવા આ તાગા
જોગણ ઊભી લઈ ખપ્પર કર
વાદળ ને વીજના લલકારા
વંટોળ દે વિનાશી સંદેશા
કોમલ ફૂટે હરિત આ અનુરાગા…કેમ કરી પામવા..
અણિયાળી આંખોના આ તીરો
ઘાયલ થાતું જ ભીતર ભોળું
કોણ મધુરું બાંધતું બંધન આ
કેવા વિરહ મિલન અનુરાગા…કેમ કરી પામવા..
આ રઝળે પાન વાટે સઘળે
ગમગીન નિસ્તેજ દીસે પાનખરા
ફૂટે શાખે જ કૂંપળ હસતી
ગૂંથે પંખી કલરવ માળા
રંગી દીસે જ આ સરવાળા
કેમ કરી પામવા આ તાગા..આ અનુરાગા.
