Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sanket Vyas Sk

Drama

5.0  

Sanket Vyas Sk

Drama

કેમ છો? મજામાં !

કેમ છો? મજામાં !

1 min
2.2K


   કેમ છો ? મજામાં ! આ સવાલ આપણને હંમેશા કોઈના કોઈ, કોઈ પણ સમયે પૂછતા હોય છે તો એ સમયે આપણે મજામાં છું, એમજ કહેતા હોઈએ છીએ પણ અંદર શું થાય છે એતો હકીકતમાં આપણને જ ખબર હોય છે. ચલો આજ વાત પર મારી નાની અમથી કવિતા તમને જણાવું. આ કવિતા છે કે બીજું કંઈ છે એ જાણતો નથી પણ તમારા સમક્ષ જે શબ્દો નીકળ્યા છે એ રજુ કરું છું ભૂલ થતી હોય તો ક્ષમા ઈચ્છું છું.

     

      તું પૂછે છે કેમ છે ?

          તુજ કે કોનાં વગર ચાલે એમ છે ?

               હું કહું મજામાં છું,

           તો પણ થાય સવાલ એમ કે

               સાચ્ચે હું મજામાં છું ?

           દિલ ની વાત કઈ રીતે કહું દોસ્ત, 

               સાબિતી આપે છે કે

             ઉપર ઉપરથી મજામાં છું

              અંદરથી સજામાં છું,

            તો પણ દિલ તો એજ કહે કે

              કોઈનાં હું તાબામાં છું.


   કોઈવાર ન જાણતા આપણે આજ અનુભવતા હોઈએ છીએ.


Rate this content
Log in