STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

3  

Ramesh Patel (Aakashdeep)

Romance

કે હોળી આવી રે

કે હોળી આવી રે

1 min
283

કે   હોળી આવી  રે…રમેશ પટેલ(આકાશદીપ)


વગડે મહોર્યા કેસુડા ના રંગ

છાયી  મસ્તી મનનેઅંગ ..  કે   હોળી આવી  રે

હલકે   હલકે ફોરે રે ફોરમ, કે હોળી આવી રે…(2)

આવી વસંતની વણઝાર,

ઉછળે રંગોના ઉપહાર

આજ આવી કા'નાની યાદ..      કે   હોળી આવી રે

ટહુકે કોયલ  આંબા ડાળ,  

વૃક્ષો ઝૂમે મંજરી   સાથ

પુષ્પોના નવલા રુપ રંગ,

 નવોઢાના ઉરે છલકે ઉમંગ…      કે  હોળી આવી રે

ખેતરે મલકે મોંઘા મોલ,

ફાગણે વાગે ફાગિયા ઢોલ

મનમાં ઝૂમેખુશીનાં ગીત

 આજે ઝૂમે મનના મીત…        કે  હોળી આવી રે

મલકે યૌવન  ઊભા   બઝાર,  

ખાશું આજ ધાણી  ને ખજૂર

અબીલગુલાલ છાયો રે આકાશ

 પાપનો થાજો રેભાઈ નાશ …              કે  હોળી આવી રે

રમેશ પટેલ(આકાશદીપ)




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance