કદી, એકસરખી, નથી મળતી
કદી, એકસરખી, નથી મળતી


કદી, એકસરખી, નથી મળતી..
આડી અવળી રાહે,
એમજ, કેડી નથી મળતી,
દરેક જણને, જીવનની ડગર,
કદી, એકસરખી, નથી મળતી !
તુંડે તુંડે, મતિ્ર ભિન્ના,
માણસોનાં, અવનવાં ચહેરાં,
શોધતાં, માણસાઈ વિશ્વમાં,
કદી, એકસરખી, નથી મળતી !
કદીક વાંકી, તો કદી સીધી,
હોય છે, આ જીવનની રેખા,
દરેક જણને, સહેવાની મુશ્કેલીઓ,
કદી, એકસરખી નથી મળતી !
સહેલું હોય છે,પોતાનો,
દોષ, બીજાને દેવાનું,
દરેક જણને, ભૂલની સજા,
કદી, એકસરખી, નથી મળતી !
પ્રતિક્ષા, વહેતી રહે છે,
આંખોની અટારીએથી,
દરેક જણને, પ્રતિક્ષાની પળ,
કદી, એકસરખી, નથી મળતી !
પડછાયાં, બદલાય છે,
કદ પ્રમાણે, લાંબા, કે પછી ટૂંકા,
દરેક જણને, શરીરની પ્રકૃતિ,
કદી, એકસરખી નથી મળતી !
કોઈ રાજા, તો કોઈ રંક,
હોય છે, કર્મ પ્રમાણે એમ,
દરેકને જીવનમાં, ભાગ્યની કૃપા,
કદી, એકસરખી નથી મળતી !
જીવન, એક ચોપાટ છે,
ક્યારેક જીત, તો ક્યારેક હાર,
દરેક, હારની સજા સૌને,
કદી, એકસરખી નથી મળતી !
પાક મહોબત, તો,
ઈબાદત છે,ખુદાની,
દરેક જણને, 'ચાહત' ની મઝા,
કદી, એકસરખી નથી મળતી !