STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

કદાચ

કદાચ

1 min
150

આ ધરતી ના વિરહ માં આ ગગન રડતું હશે,

એટલે જ આ વાદળી બની વરસતું હશે આકાશ કદાચ,

સમયના વૃક્ષ પરથી પર્ણો ખરતા હશે,

એટલે જ જીવનમાં પાનખર આવતી હશે,

કદાચ,

હૃદય ભીતર દુઃખોની આગ દઝાડતી હશે કદાચ,

એટલે બહારથી બરફના ચોસલા જેવો કડક બની જતો હશે આદમી કદાચ,

શાંત ઠરેલ, ઠાવકા આદમી જેવો લાગે છે,

સમંદર આજે,


એને પણ સરિતાની પ્રીત યાદ આવતી હશે કદાચ,

આ સાંજે સાવ સૂનમૂન ડાહ્યા ડમરા જેવા

બાળક જેવો લાગે આ સૂરજ,

એને પણ બચપણ માટે પ્રીત જાગી હશે કદાચ,

ગુન ગુન કરતો ભમરો કેદ થઈ ગયો,

કમળની પંખૂડીમાં,

ફૂલનો પ્રેમ એને ઝકડી રાખતો હશે કદાચ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama