Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Dhruv

Romance

3  

Smita Dhruv

Romance

કૈંક બદલાઈ જશે !

કૈંક બદલાઈ જશે !

1 min
531


આ બધું તો રહેશે,

પેલાં નભમાં ઉડતાં પંખી, ને માળામાં રમતી ચકલી,

ઝાડ પાર કૂદતો કાગડો, ને પાળી પર નિરાશ વાંદરો !


આ બધું તો રહેશે,

પેલું કનુનું અધૂરું હોમવર્ક, ને બબલીની નવી પેન,

રામુદાદાની ચ્હા, ને મગનભાઈનાં ભજિયાં !


આ બધું તો રહેશે !

ઓફિસમાં લેટ પટાવાળા, ને સમયસૂચક ઓફિસર,

ઘરની ધીમી મૂંઝવણ, ને રીસેસનું ખવાતું ટિફિન !


પણ ક્યાંક કૈંક બદલાઈ જશે,

જો તું મારી સાથે રહેશે તો !


તો તો હું જ બનું પંખી, ને હું જ હસતી ચકલી !

કાગડો, વાંદરો, તું જે કહે તે હું બનું !

જો તું સાથે રહેશે તો !


કનુને બબલી પણ આવશે આપણાં,

ચ્હા ને ભજિયાં માણવાની મઝા ચોમાસામાં,

જો તું સાથે રહેશે તો !


પછી તારી બનશે આ ઓફિસ, ને મારું પણ ઘર વસશે !

સમયને કોણ જુવે છે ? ને ઘડિયાળનું શું કામ હવે ?

જો તું સાથે રહેશે તો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance