કાશ
કાશ
કાશ કે એવી કોઈ ઘટના ઘટી હોતી, તારી આંખોમાં મારી એક છબી ઉભરી હોતી,
સમી સાંજની વેળાએ, કોઈ નદીને કિનારે, કાશ કે તું, મારા પર ઝૂકીને બેઠી હોતી...
ઈચ્છાઓને ઘણી કાબુમાં રાખી, કાશ કોઈ એક ને હકીકતની જમીં મળી હોતી,
હજુ પણ મોડું નથી થયું, કાશ કે એણે શબ્દોની ધાર, થોડી ઓછી કરી હોતી.
યાદ તો એકબીજાને હંમેશા રહીશું, કાશ કે યાદોને એક મુલાકાત પણ મળી હોતી,
ગઝલોની 'નિપુર્ણ' સજાવે છે રોજ મહેફિલ અહીં, કાશ કે તે આવી એને મદહોશ કરી હોતી.

