કાશ તું હોત
કાશ તું હોત
આ સૂના આકાશમાં તારાની માફક ચમકતી,
કાશ તું હોત,
આ ધરતી પર લીલુડી ચૂંદડી ઓઢીને હસતી,
કાશ તું હોત,
આ સૂના ઘરના હૃદય સમાન ધબકતી,
કાશ તું હોત,
આ વાદળમાંથી રિમઝીમ વરસાદ બની વરસતી,
કાશ તું હોત,
આ લીમડાની મીઠી છાંયા બની શાંત્વના બની વરસતી,
કાશ તું હોત,
આ અધૂરા સાગર ને મળવા આવતી નદી,
કાશ તું હોત,
આ સૂના રમકડાનાં પૂતળાને સજીવન કરનારી,
કાશ તું હોત,
આ ચંદ્રની માફક સૌને તેજ આપનારી,
કાશ તું હોત,
આ આંખોમાંથી અમી ઝરણાની જેમ વ્હાલ વરસાવતી,
કાશ તું હોત,
આ બંને હાથમાંથી હમેંશા આશિષ વરસાવતી,
કાશ તું હોત,
આ વેરાન ઘરમાં મીઠો આવકારો આપનારી મારી 'મા',
કાશ તું હોત,
સાથ તારો ખુબ જ જરુરી હતો, સજીવન રહેવા માટે, એ તું સમજી છે ?!
પણ આમ અધવચ્ચે કફનમાં વીટળાયેલી ધારી ન હતી તને !
જિંદગીની અંતિમ પળોમાં સાથ દેવા, કાશ તું મારી સાથે હોત !
