Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others Children

કાશ ફરી બાળક બનવા મળે

કાશ ફરી બાળક બનવા મળે

2 mins
177


એ બચપણનો કેવો સોનેરી સમય હતો !

એ સમંદરની રેતીમાં ઘર બનાવી,

ચાંદ સિતારાથી સજાવવાની કેવી તમન્ના હતી !

કલ્પનાઓની પાંખો વડે ઊડવાની કેવી મજા હતી !


 પતંગિયાની પાંખો પર સવાર થઈ,

એ પરીઓના દેશની કાલ્પનિક સફર પણ કેવી સુહાની હતી !

આ બચપણની મસ્તી કેવી નિરાલી હતી !


કાગળની હોડીમાં સવાર થઈ આ પૂરી કાયેનાતની કાલ્પનિક સફર પણ કેવી મજાની હતી !

ખળ ખળ વહેતા ઝરણાં અને, આ દુલ્હનની જેમ ધીમી ચાલતી નદીઓમાં ભૂસકા મારવાની કેવી મજા હતી !

આ કુદરતને ખોળે જિંદગી જીવવાની કેવી મજા હતી !

આંબા ડાળે ગાતી આ કોયલની દોસ્તી કેટલી મજાની હતી !


આ ગિલ્લી દંડા, પકડ દાવ,

સંતાકૂકડી અને ખોખોની રમત કેવી નિરાળી હતી !

એક સાયકલમાં પાંચના વારા,

પણ તેમાંય કેવી શાહી સવારીનો આનંદ મળતો !

આ સવારી કેવી મજાની હતી !


આ વડલાની ડાળે હિચકવાની ને નદી એ વીરડો ગાળવાની,

કેવી અનોખી મજા હતી !

મળી જાય આંબે ક્યારેક પાકી કેરી,

તો જાણે લાગતું કુબેરનો ખજાનો મળ્યો,

આ કેરી ખાવાની મજા પણ કેવી અનોખી હતી !


શું એ દિવસો હતા !

શું એ જિંદગી હતી !

નહોતું કઈ તોય ખુશીઓ અપાર હતી.

આજે છે અપાર પણ ખુશીઓ નથી.

એ સોનેરી સમય નથી, એ સોનેરી પળો નથી.

બસ છે ફક્ત યાદો.

શું એ સોનેરી સમય હતો !

કાશ ! કોઈક એવી બેંક હોય, જ્યાં આ સમયને ડિપોઝિટ કરી, જ્યારે મન થાય ત્યારે પાછો આ સમય માગી શકાય !

તો શાયદ હું બચપણનો સમય ડિપોઝિટ કરવી લેત !


શાયદ શાયદ આ સોનેરી દિવસ,

આ સોનેરી સમય પાછો મળે !

શાયદ શાયદ પાછો મળી જાય,

ચાલ ને ફરી પાછા રમીએ,

ફરી બચપણમાં જઈએ,

ચાલ ફરી બાળક બની જઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational