Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Hingu

Drama

5.0  

Rajesh Hingu

Drama

કારણ વગર

કારણ વગર

1 min
345


વ્હાલપ વરસાવે પ્રભુ કારણ વગર, 

જીવન ઉપહાર દીધું કારણ વગર. 


આંગણું જુઓને કેવું મહેકી ઉઠ્યું છે મારું, 

ચંદન ઘસ્યું છે થોડું કારણ વગર. 


"શા માટે?"- પૂછ્યું તો રાધા અકળાણી, 

કહે-" કાન્હાને ચાહું છું કારણ વગર."


ફોટો પાડીને ભલે વાહવાહી મેળવો, 

હું મોરલો, કળાયો છું કારણ વગર. 


જાણું છું મહેફિલમાં મોજ નહિ જામશે, 

ગઝલો લલકારું છું કારણ વગર. 


Rate this content
Log in