કારણ શું હશે ?
કારણ શું હશે ?
ભેદી ભીતરની ભેખડો, આ આંખ ઝરણ બની વહે, તોયે આ દિલ તરસ્યું રહે,
કારણ શું હશે ?
આ અમાસની અંધારી રાત જેવું જીવન છે,
તોયે સૂરજ બની ઊગી શકાતું નથી,
કારણ શું હશે ?
ભીતર વેદના લાખો ભરી, હૈયું એના થકી ભારી,
તોયે હોઠનું ચૂપચાપ રહેવાનું,
કારણ શું હશે ?
આજીવન તો કોઈ સાથ ના આપ્યો,
મરણ વખતે કાંધો આપવાનું,
કારણ શું હશે ?
શ્વાસ તો એની મેળે ચાલ્યા કરે,
રોજ મરીને પણ મરી નથી શકાતું,
કારણ શું હશે ?
પવનથી સુરક્ષિત કરવા દિવાની રચ્યું કવચ અમે,
તોયે દીવો સળગી ઉજાસ આપી ના શક્યો,
કારણ શું હશે ?
દિલથી જ માંગી હરેક દુઆ ઈશ્વરના દરબારમાં,
તોયે કબૂલ થતી નથી,
કારણ શું હશે ?
દિલ આપીને દર્દ લીધું અમે,
તોયે કેમ સાથ પામી શકતા નથી એનો,
કારણ શું હશે ?
