કારણ કે હું માણસ છું
કારણ કે હું માણસ છું
કોઈ વાત પર ગુસ્સો આવે છે મને,
કારણ કે હું માણસ છું,
કોઈક વાર થઈ જાઉં છું શાંત હું,
કારણ કે હું માણસ છું,
ક્યારેક મન મૂકીને રડી લઉં છું,
કારણ કે હું માણસ છું,
ક્યારેક એકલા બેસી હસી લઉં છું,
કારણ કે હું માણસ છું,
અજાણતા કોઈ પર ગુસ્સે થઈ જાઉં છું,
કારણ કે હું માણસ છું,
પછી માફી માંગી પસ્તાઈ લઉં છું,
કારણ કે હું માણસ છું,
સુખનો આભાસ થતા ખુશ થાવ છું,
કારણ કે હું માણસ છું,
દુ:ખમાં ક્યારેક ઉદાસ થઈ જાઉં છું,
કારણ કે હું માણસ છું,
નથી મને મોહ કોઈ વસ્તુનો કે પૈસાનો,
કારણ કે હું માણસ છું,
નથી સમજાતી મને આ મતલબી દુનિયા,
કારણ કે હું માણસ છું,
