STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

કાનુડાની વાત

કાનુડાની વાત

1 min
465

કાનુડાની વાત એવી થાય છે, શોધવા એને ઘણા અથડાય છે,

ગોકુળે શોધો તો મથુરામાં મળે, એમ ક્યાં કો' વાતમાં અટવાય છે,


દ્વારકામાં તે વળી રાજા થયો, એટલે તો ક્યાં કદી દેખાય છે,

ગોપી સાથે પ્રેમમાંયે રાચતો, દાસનો એ દાસ થૈ મલકાય છે,


પૂજતા ભગવાન માની તેમને, કા'ન 'સાગર' દોસ્ત થૈને જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy