Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

કાનજીનું મોરપીંછ

કાનજીનું મોરપીંછ

1 min
153


વનનાં મનનાં વાયરા વછૂટ્યા

ગગને ગર્જ્યા વાદળો વિહવળ

વરસો જ અહીં, છે રૂડું વૃંદાવન

થનથન ટહુકે મોરલા મનહર,

 

વગડે ભમતી પૂછતી જ ગોપી

અલ્યા ! ભાવે કોણ આ ભીંજાયું ?

નટખટ ટીખળી કાનજી જ બોલે

….મોરપીંછ..મોરપીંછ..મોરપીંછ,

 

ફરફર ફોરમ, છૂટતી જ સોડમ

નટખટ નજરું એ છલકંત મટુકી

હળવે લૂંટાય જ થઈ સલોણાં,

 

વગડે નાચી મોરલો રે ટહુકે

અલ્યા ! ભાવે કોણ આ છંટાયું ?

ઝટઝટ ઓઢી કામળી વદે નટખટ

…….ગોપીયું…ગોપીયું…ગોપીયું

 

ખળખળ ઉછળે નીર આ યમુનાનાં

રૂમઝૂમ ટહુકે વાયરે કદમ આ

ખબ આ ખાબક્યું જળ જમનામાં

ધસમસ ધસતા કાનજી બળુકા

 

યમુના ઘાટે પૂછતી જ ગોપી

કોણ યમુનામાં જઈ જ ભીંજાયું ?

નટખટ ટીખળી કાનજી જ બોલે

….મોરપીંછ..મોરપીંછ..મોરપીંછ.


Rate this content
Log in