કાંઈ બોલશો નહિ
કાંઈ બોલશો નહિ
વીંધાય જો હૃદય કદી તો કાંઈ બોલશો નહિ,
થાય ઉઝરડા મન તોય કાંઈ બોલશો નહિ,
સાંભળે કોણ અહીં ? આ શહેેેર છે બહેરાઓનું-
તમારી સત્ય તણી વાતો કાંઈ બોલશો નહિ,
યુગે યુગે આપે ભલે સીતા જ અગ્નિપરીક્ષાા,
ભલે પતિ હોય રામ તોય કાંઈ બોલશો નહિ,
લૂંટાય લાજ દ્રોપદીની- ધૃતરાષ્ટ્રની સભામાં,
તોય ભીષ્મ ને દ્રોણ બની કાંઈ બોલશો નહિ,
ચિત્કાર નારીનો ક્યાં સંભળાય જ છે કોઈને ?
મૂંગી વેદના સમજીને પણ કાંઈ બોલશો નહિ !
નરાધમો લૂંટે કે પીંખે દેહ કે પછી અંતરમન,
' સહન કરો' એ કહો પણ કાંઈ બોલશો નહિ.
