STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

3  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

કાં કરે છે વાર માવા

કાં કરે છે વાર માવા

1 min
135

છું વિયોગી શામળાની, શાન ભૂલી હું ફરું,

આવને માધવ હવે તું ! ધ્યાન છોડી હું ફરું,


વેદના અંતર તણી, જાતી રડાવી વાલમા !

ચેન ખરતું જાય ઉરથી, તાન તોડી હું ફરું,


થાય જો ઝાંખી તમારી તો હસે અંતર ઘણું,

કાં કરો છો વાર માવા ? માન મેલી હું ફરું,


પાંપણેથી પૂર વ્હે ને દૃશ્ય થાતું ધૂંધળું,

બંસરીના સૂર છેડો, ગાન ગાતી હું ફરું,


સૃષ્ટિનું સૌંદર્ય કૂડું દીસતું, દર્શન વગર !

કર કૃપાને દે મિલનનાં દાન, પોંખી હું ફરું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy