Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Falguni Rathod

Classics Inspirational

4  

Falguni Rathod

Classics Inspirational

કામણ કર્યા કાનુડાએ

કામણ કર્યા કાનુડાએ

1 min
322


ગોપીઓ ગાંડીઘેલી બની ઝટ વૃંદાવન દોડી રહી;

કામણ કર્યા કાનુડાએ જબરા એને હવે ગોતી રહી.


માથે મટુકી લઈને ગોપી જળ જમુનાનાં ભરી રહી;

રસ્તા વચ્ચે આંતરી કંકર મારી મટુકીને ફોડી રહી.


મસ્તીખોર માખણચોર નંદકિશોર કાનુડો કહી રહી;

એની આંખોમાં જોઈ જોઈ હર્ષની હેલી વહાવી રહી.


કાનુડાની વાંસળીના સૂરોને વનવગડામાં સૂણી રહી;

છોડીને ઘરસંસાર કામણગારા કાન પાછળ ઘેલી રહી.


કાનુડાનું દિવ્ય દર્શન કરવાં મનડામાં તાલાવેલી રહી;

ગોપી 'કામણ કર્યા કાનુડાએ' નગર નગર કહેતી રહી.  


Rate this content
Log in