કાજળ વિશે
કાજળ વિશે
વાત થઇ જ્યાં આપના કાજલ વિશે,
મેં લખી દીધી ગઝલ વાદળ વિશે.
ફૂલથી મધ-મધ થતાં આ શહેરમાં,
લોક પૂછે છે મને ઝાકળ વિશે.
વાંચજે કાગળ શબ્દો ટહુકશે બધાં,
મોકલ્યાં છે મોર મેં કાગળ વિશે.
એજ કારણથી પલળવાનું હતું,
એમણે પૂછ્યું હતું, વાદળ વિશે.
રૂબરૂમાં કોઈ ના બોલ્યું કશું,
થઈ પછી વાતો 'શરદ' પાછળ વિશે.