STORYMIRROR

MITA PATHAK

Abstract Inspirational Others

3  

MITA PATHAK

Abstract Inspirational Others

કાગળના રંગ

કાગળના રંગ

1 min
463

કાગળનો રંગ સાવ સફેદ છે

શાહી સાથે મળે, તો ધમાલ છે.


પ્રેમની બે લાઈન, તો પ્રેમપત્ર છે.

ભરુ જો રંગ, તો કુદરતની કમાલ છે.


શેરો, શાયરી લખું, તો ગઝલ છે.

કલ્પનાની ઘટના લખું, તો વાર્તા તાલ છે.


સુંદર વિચાર લખું તો, સુવિચાર છે,

છાપ પડે રૂપિયાની, તો લક્ષ્મી માત છે,


કાગળ પાલનહાર તો વિદ્યાનો સાગર છે

બાળક બનાવી રમે, તો હોળી, વિમાન છે.


કાગળ બહુ મુલો, પસ્તીમાં પણ લક્ષ્મી છે

કાગળનો સફેદ રંગ પૂરાય તો રંગોળી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract