STORYMIRROR

Ankita Vaghela

Tragedy

4  

Ankita Vaghela

Tragedy

કાગળ પર...

કાગળ પર...

1 min
269

ક્યારેક આંગળીના ટેરવાને રડવાનું મન થઈ જાય,

મૂકી માથું કલમની છાતી પર હીબકે ચડી જાય,

ને કાગળ પર અશ્રુની વેદના વણાઈ જાય,


ક્યારેક વેદનાની ઠેસ મુજને વાગી જાય,

ટેરવાથી દદડી ને ચોમાસું ધોધમાર વરસી જાય,

ને કાગળ પર અશ્રુમાં રુદન છલકાય જાય,


યાદોના ઊંડાણમાં ડૂબકી મારું ને શબ્દનાં છીપ મળી જાય,

કાગળ પર છીપલાઓ ખોલું ને અર્થોના મોતી વિખરાઈ જાય,

ને કાગળ પર અશ્રુની લાગણી વરસી જાય,


મારી મનગમતી વાતો ને કોઈ પાતાળે દાટી દે ને,

કાગળ પર મોતીની ઊર્મીઓ કોતરવાની જિદ રહી જાય,

ને કાગળ પર અશ્રુનું ગીત લખાઈ જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy